આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બુધવારે 11 કલાકે નિવેદન આપતા કહ્યું કે, આઝાદી બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકાએ ભારતની નિકાસ પર 50% ટેરિફ લાદ્યો છે. આ નિર્ણયથી ટેક્સટાઇલ, ડાયમંડ અને કેમિકલ જેવા અનેક ભારતીય ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે તથા ગુજરાતને પણ બહુ મોટો ફટકો પડ્યો છે..