ભાવનગર શહેરમાં વોટ્સએપ માં ગ્રુપ બનાવી કુલદીપસિંહ ગોહેલ, આશિષભાઈ મકવાણા અને શિવમ ચૌહાણ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરતા હતા અને તેમના વાહનોના ફોટા, નંબર, સ્થાન વગેરે જેવી માહિતી સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરતા હતા.તેઓ ખનીજ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિનો અને ખનીજ માફિયાઓને માફિયાઓને મદદ કરવા આ પ્રવૃત્તિ કરતા હતા, પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.