શહેરા તાલુકાના મંગલીયાણા ગામના પ્રકાશ પગી નામનો યુવક શહેરા પોલીસ મથકે નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટનો ગુન્હામાં નાસતો ફરતો હોય ત્યારે પંચમહાલ એસ.ઓ.જી. ને હ્યુમન સોર્શીસ દ્વારા બાતમી મળી હતી કે અપહરણ અને પોક્સોના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પ્રકાશ પગી તેના ઘરે હાજર છે,જેના આધારે પંચમહાલ એસ.ઓ.જી. એ મંગલીયાણા ગામે જઇ તપાસ કરતા આરોપી યુવક મળી આવતા આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે શહેરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.