ખેડા પંથકની સગીરાએ આપઘાત કરતા યુવક સામે ખેડા પોલીસે દુષ્યેરણ ની ફરિયાદ નોધી છે. યુવક સગીરાને પ્રેમ સંબંધ નહીં રાખે તો અગાઉના ફોટા વાયરલ કરી સગીરાની સગાઈ તોડી નાખવાની ધમકી આપતો હતો.જે બાદ સગીરા અને તેના પિતા યુવકને ફોટા ડીલીટ કરવા આજીજી કરતા યુવકે ફોટા ડિલીટ કરવાની ના પાડી હતી.જેથી સગીરાને લાગી આવતા સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.