આ મુદ્દે રાજપીપળા ડીજીવીસીએલ ના મુખ્ય ઇજનેર બી બી પટેલે જણાવ્યું કે અમારે વડી કચેરી થી આદેશ છે કે આજના ડિજિટલ યુગ માં ગ્રાહકો પોતાના બિલ ઓનલાઈન ભરે માટે અમે હાલ એક બારી બંધ કરી છે ગ્રાહકો ઑનલાઇન બિલ ભરતા ટેવાઈ ઍ માટે આવનારા દિવસો માં બાકીના બે બિલ કલેક્શન ની બારીઓ પણ બંધ કરીશું જેથી ગ્રાહકો ઑનલાઇન બિલ ભરી પોતાનો સમય ના બગાડે.