સાવરકુંડલા નજીક ગિરધર વાવ ફાટક પાસે બની રહેલા ઓવરબ્રિજના કારણે 100થી વધુ વેપારીઓના રોજગાર બંધ થઈ ગયા છે. રોડ બંધ કરી ખાડા ખોદી નાખાતા દુકાનો અને કારખાનાઓ સુધી પહોંચવાનો રસ્તો જ કાપી દેવાયો છે. ત્રણ મહિનાથી બેરોજગાર બનેલા વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને રજુઆત કરી સર્વિસ રોડની માંગણી કરી.