વાલિયા ગામના હાઉસિંગ બોર્ડમાં રહેતા 56 વર્ષીય કિરીટસિંહ ઇન્દ્રસિંહ અટોદરિયા ગત તારીખ-8મી સપ્ટેમ્બરના રોજ સવારે વાલિયાના વટારીયા ગામની ગણેશ સુગર ફેક્ટર ક્રિસ્ટલાઈઝર પ્લાન્ટમાં ડી.પી.પેનલ ચેક કરવા માટે આશરે 25 ફૂટ ઉપર આવેલ પ્લેટફોર્મ પર ઉભા રહી ડી.પી.પેનલ ચેક કરતા હતા.તે દરમિયાન લોખંડની ચેનલ તૂટી નમી જતા કિરીટસિંહ પ્લેટફોર્મ પરથી નીચે પડી ગયા હતા.આ ઘટનામાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું.