સિહોર ખાતે શાંતિ સમિતિ ની બેઠક મળી આગામી ગણેશ ચતુર્થી તથા ઈદે મિલાદ ના તહેવારો અનુલક્ષી સિહોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન સિહોર પી.આઈ બી.ડી. જાડેજા ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં કોમી એખલાસ સાથે તેમજ ભાઈચારા સાથે બન્ને તહેવારો ઉજવવા કોઈ પણ પ્રકારના ઉશ્કેરણી જનક શબ્દો કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કે વિડિઓ વાયરલ કરવા નહીં તેમજ સિહોર ની શાંતિ ડહોળાય નહીં તેનું ધ્યાન રાખવું સોશિયલ મીડિયા ના તમામ ગ્રુપો પર પોલીસ ની નજર રહેશે