ગત તારીખ-2જી સપ્ટેમ્બરના રોજ વાલિયાની સિલુડી ચોકડી પાસે ઇન્દિરા કોલોની રસ્તો ઓળંગતા સાઇકલ સવારને ટક્કર ફોર વહીલર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાઇકલ સવારનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.આ અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પી.આઈ. એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા માર્ગ ઉપરના અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી અને અકસ્માત સર્જી ભાગી ગયેલ ફોર વહીલર શોધી કાઢી હતી.