તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીના જળ સ્તરમાં એકાએક વધારો થતા જનજીવનને અસર વર્તાઈ છે. સાબરમતી નદીના રોદ્ર સ્વરૂપ પાણી પચેગામ, નભોઈ, રીંઝાના માર્ગો પર ફરી વળ્યાં છે.જેને કારણે ફતેપુરાથી રીંઝાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.જાફરગંજ,મોટા કલોદરા ગામ તરફ પાણીનો પ્રવેશ થયો છે. ફતેપુરા ગામ પાસેના ખેતરો માં પણ પાણી ફરી વળતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે.મહત્વનું છે કે, સાબરમતી નદીએ ઉપરવાસની પાણીની આવકથી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.