ઠાસરા તાલુકાના સાંઢેલી ગામમાં રહેતા યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ યુવતીના પરિવારને જાણ થતા બોલાચાલી થઈ હતી અને કોર્ટમાં છુટાછેડા માટે કેસ દાખલ થયો હતો. પરંતુ પત્ની તથા તેના પરિવારજનો દ્વારા યુવકની અવારનવાર છૂટાછેડા આપવા માટે સતત દબાણ કરવામાં આવતું અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેનાથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે સમગ્ર મામલે પત્ની સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.