લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર એલસીબીની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નવા પરા રસાલા કેમ્પ નજીક શંકાના આધારે એક રીક્ષા ઝડપી લીધી હતી. જે રીક્ષાની તલાસી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે દેશી દારૂનો જથ્થો અને રિક્ષા સહિત રૂપિયા 1,28,000 ના મુદ્દા માલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.