સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ યોજાનાર છે. નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ના સુચારું આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં અને પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાની પ્રેરક ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના અધિકારીઓ અને પત્રકારોને વિશેષ માહિતી આપવા બેઠક યોજાઈ હતી. આ વિગતો સાંજે 5 વાગ્યે થી મળેલ છે.