Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ એસ.ઓ.જી.એ સીતપોણ ગામ ટંકારીયા રોડ ઉપર એક ઘરમાંથી ઇ-સિગારેટનો જથ્થો મળી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

Bharuch, Bharuch | Aug 24, 2025
ભરૂચ એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે નબીપુર નજીકના સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતા ઈમરાન આદમ પટેલ  તેના ઘરે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા હેતુ રાખેલ છે જેના  આધારે તપાસ કરતા જુદી જુદી વિદેશી કંપનીની ઇ-સિગારેટ તથા ફલેવર મળી કુલ નંગ-૪૭ તેમજ મોબાઈલ ફોન નંગ ૦૧ કુલ્લે મુદ્દામાલ ૯૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us