રાજપીપળા સરકારી ઓવારા કરજણ નદી પાસે એક વિશાળ મોટું કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં આજથી નાની મૂર્તિનું પણ વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે અને જે મોટી મૂર્તિ છે તેનું પણ ત્યાં જ વિસર્જન કરવામાં આવશે. કરજણ નદી સરકારી ઓવારા ખાતે વિસર્જન કરતી સમયે એક યુવાન ડૂબી જતા તંત્ર દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો હોય તેમ કહી શકાય.