કરજણ? NH 48 પર બામણગામ થી ભરુચ વચ્ચે અસંખ્ય ખાડા રાજ ના કારણે રોજબરોજ 10 કિમી સુધી લાંબી ટ્રાફિક જામ સમસ્યા સર્જાય છે જોકે કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં ખાળાઓનું પુરાણ કરવામાં આવ્યું નથી જેના કારણે આજરોજ કોંગ્રેસી કાર્યક્રમ દ્વારા ખાળામાં શ્રીફળ વધેરી ફૂલહાર પહેરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જો કે કોંગ્રેસી કાર્યકર્તાઓ કાર્યક્રમ કરે તે પહેલા જ કરજણ પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હતી