ધારાસભ્યશ્રી દ્વારા ચૂંટણી પ્રચાર સમયે વડિયાની જાહેર સભામાં વચન આપ્યું હતું કે હું વડિયા વિસ્તારનો વર્ષો જુનો કોલેજના પ્રશ્ને ભૂતકાળ બનાવી દઈશ. વડિયા વિસ્તારના વિદ્યાર્થીઓને કોલેજના શિક્ષણ માટે અન્ય શહેરોમાં વસવાટ કરવો પડતો હતો પણ નાના અને મધ્યમ વર્ગના લોકો માટે શહેરનું ખર્ચાળ શિક્ષણ શક્ય નહોતું.પણ ધારાસભ્યશ્રીના અથાગ પ્રયત્નોથી આજે વડિયામાં જ કૉલેજનું શિક્ષણ ચાલુ થઈ ગયુ છે અને વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા કૌશિકભાઈ નો આભાર મનાયો.