માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિર તરફ જવાના રસ્તા ના નિર્માણ માટે સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રબળ રજૂઆતને પગલે રાજ્યના મુખ્યમંત્રીએ 1,40 લાખ ની માતબર ગ્રાન્ટ મંજૂર કરી છે જેથી શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાય છે મંદિર સંચાલક હિરેનભાઈ પાઠક તેમજ ટ્રસ્ટી કિન્નરભાઈ પટેલ દ્વારા સ્થાનિક ધારાસભ્ય ગણપતિ વસાવા અને રાજ્યના મુખ્યમંત્રી નો આભાર માનવામાં આવ્યો હતો