રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2025 ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનો આજે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કી રબારી ની અધ્યક્ષતામાં આયોજિત આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરના કેસોમાં કુલ ૩૩ કેસોનો સમાધાનથી નિકાલ કરી બે કરોડ 86 લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો તો અન્ય મળી કુલ 11,161 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો