દેત્રોજ તાલુકાનું કાંત્રોડી ગામ છેલ્લા 25 વર્ષથી સમરસ થાય છે. આ વખતે પણ ગ્રામજનો ના સર્વાનુમતે અને ગ્રામજનોના સહિયારા પ્રયાસથી કાંત્રોડી ગ્રામ પંચાયત સમરસ થઈ છે આ વખતે કાંત્રોડી ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓ સંભાળશે, ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાળીબેન ભગવાનભાઈ રબારી અને તમામ 8 વોર્ડના મહિલા સભ્યોની ગ્રામજનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ગામનો વિકાસ થાય અને ગામમાં એકતા રહે તે માટે ગામમાં સમરસ થાય છે.