સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તાર તેમજ વઢવાણ તાલુકાના બાકરથલી દુધરેજ લટુડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ થયો હતો ધીમીધારે વરસાદ થતાં કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની પણ આશા છે તેમજ વરસાદને લઈને લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી