ભારે વરસાદ વચ્ચે રતનપુર (સુકાઆંબા) ખાતેની સાબરમતી નદીમાં કુલ 9 જેટલા લોકો ફસાયા હતા. ત્યારે રાત્રીના સમયે સાબરકાંઠા કલેક્ટર અને ડીએસપી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.ત્યારે NDRF ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.પરંતુ રાત્રીના સમયે પાણીનો પ્રવાહ વધુ હોય જોખમ હોવાનું જણાતા રેસ્ક્યુ મુલતવી રાખી હતી.ફસાયેલા લોકો ઊંચાઈ વાળી સલામત જગ્યાએ હોવાનું જણાવ્યું હતું.આજે વહેલી સવારે 6 વાગ્યા ની આસપાસ રેસ્ક્યુ કરી તમામને સુરક્ષિત બહાર કઢાયા.