જાંબુઘોડા તાલુકાના 50 ઉપરાંત વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનુ જાંબુઘોડા નગર તેમજ ગામોના મંડળોના ગણેશ ભક્તો દ્વારા પંડાલોમાં દશ દિવસ સુધી ગણેશજીની પુજા અર્ચના કરી આતિથ્ય માની આજે શનિવારના રોજ દિવસે બપોર થીજ વિધ્નહર્તા શ્રી ગણેશજી ની પંડાલોમાથી પ્રતિમાઓ ની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમા આ ગણેશ વિસર્જન યાત્રા માં જાંબુધોડા નગર તેમજ આજુ બાજુના 50 ઉપરાંત ગણેશજી ની નાની મોટી પ્રતિમાઓ સાથે ગણેશ મંડળો જોડાયા હતા