શ્રાવણ માસની અમાસના અવસરે શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન, પકવાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવેલા.ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન 52 ધ્વજાપુજા તથા 68 સોમેશ્વર મહાપુજા થયેલી હતી. સાંજે 7 વાગ્યા સુધીમાં 79,879 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.