શુક્રવારના 4:45 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ તારીખ 30 7 2025ના રોજ ધરમપુર તાલુકાના કુરગામ દુકાન ફળિયામાં રહેતા હિરેન કાંતિભાઈ ધોડિયા પટેલ પોતાની મોટરસાયકલ નંબર gj 15 kk 3702 લઈને પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન રાધાસ્વામી મંદિર ચીંચાઈ ગામ થી લાકડમાળ જતા રોડ ઉપર ઇકો કાર નંબર gj 15 cf 3865 નો ચાલક અંકિત અશોકભાઈ પટેલ ઝડપે હંકારી લાવી મોટરસાયકલ સવાર હિરેનને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી.