તાપી જિલ્લાના વહીવટી વિભાગ દ્વારા ગુરુવારના રોજ 10 કલાકે અપાયેલ વિગત મુજબ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ હતી.જેને લઈ 36 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા માર્ગ બંધ કરાયા હતા.જેમાં વ્યારા તાલુકામાં 7, ડોલવણ તાલુકામાં 18, વાલોડ તાલુકામાં 8 અને સોનગઢ તાલુકામાં 3 માર્ગ બંધ કરવામાં આવતા વાહનચાલકો અને લોકોની સમસ્યા વધી હતી.