ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં આવેલ ગાગડીયા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.અહીં હિરણ નદીના નીરની સતત આવક થવાથી અદ્ભુત દ્રશ્યો સર્જાય છે જેને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.ખાસ કરીને આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પર્યટકો માંગ કરી રહ્યા છે.