બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આજે બુધવારે 9:30 કલાકે કલેક્ટર કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મિહિર પટેલ ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટ માં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચી અને તેમની સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિનો નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓને સૂચનો કર્યા હતા.