આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, માત્ર RTEના વિદ્યાર્થીઓ પર ચાલતી જિલ્લાની વિવિધ આઠ શાળાઓ બંધ કરવામાં આવી છે. આ શાળાના RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.