અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી. 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો. આજે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.