શ્રી મિતેશભાઈ પટેલે શંકરા આંખ હોસ્પિટલ આણંદ ખાતે શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે લાવવામાં આવેલ અધ્યતન મશીન ના માધ્યમથી અહીંયા આવતા દર્દીઓને જરૂરથી ફાયદો થશે તેમ જણાવી શંકરા આઈ હોસ્પિટલ આણંદ જિલ્લામાં છેવાડાના ગામો સુધી આંખની તપાસ માટેના કેમ્પ યોજાય અને આ મશીનના માધ્યમથી વધુમાં વધુ લોકોને ફાયદો થાય તે જોવા અનુરોધ કર્યો હતો.