આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ રંગોળી પાર્કના પ્રમુખ ભીખાલાલ સહાયતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કટારીયા ચોકડી પાસે આવેલ રંગોલી પાર્કમાં માત્ર રહેવાસીઓ માટે જ જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં અહીં 68 દુકાનો બનાવી તેની હરાજી કરવાનો નિર્ણય લેવાતા રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઈને આ અંગે પીએમ સુધી રજૂઆત કરવામાં આવી છે.