ગીરગઢડાના બેડીયા ગામે નવા આકાર પામી રહેલા મકાનમાં ધોળા દિવસે નર સિંહ ઘૂસ્યો.બપોરે સિંહ ઘુસતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની વન વિભાગને ગામ લોકો દ્વારા જાણ કરવામાં આવી.જો કે વન વિભાગ રેસ્ક્યુ કરે તે પહેલા સિંહ નાસી છૂટ્યો હતો.બેડીયા મોતીસર રોડ પર આકાર પામી રહેલા મકાનમાં ઘૂસેલા આ સિંહનો વિડીઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.