આજે જેઠ સુદ પુનમ વટસાવિત્રી વ્રત નિમિત્તે પંથક સવારથી જ મહિલાઓ હાથમાં પૂજાપાની થાળી લઇ મંદિરના પટાંગણ સહિતના સ્થળે આવેલા વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી. ફળાહારના ઉપવાસ પર રહી પોતાના ભરથારના ર્દીઘાયુ માટે મનોકામના કરી હતી. સૌભાગ્યવતી મહિલાઓએ પ્રથમ વટવૃક્ષની પૂજા કરી વડના વૃક્ષ નજીક બેસી પાન સોપારી, ફળ, ફુલ, ચોખા અને કુમકુમથી વડલાનું પૂજન કરી વટવૃક્ષમાં વાસ કરતા બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીને રિઝવ્યા હતાં.