શહેરા તાલુકાના નાડા ગામે ગણપતભાઈ નાયકાની ગાય ઉપર આકાશી વિજળી પડતાં તેઓની ગાયનું મોત થયું હતું,સાથે જ બોડીદ્રાખુર્દ ગામે પણ વિજળી પડવાથી રાયસીંગભાઇ પગીની ભેંસનું મોત થયું હતું.જેને લઈને તેઓને સહાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવતા પશુઓના મૃત્યુ બાબતે સહાય મંજુર થતાં ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે પશુપાલકોને રૂ.૨૦,૦૦૦ અને રૂ.૩૭,૫૦૦ નો ચેક સહાય પેટે અપર્ણ કરાયો હતો.