ખંભાતના ઉંદેલ ગામે ઉંદેલ સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં ભરાઈ હતી.જે સાધારણ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે મંડળીના સભ્યોને શેર વિતરણ કરવામાં આવ્યા હતા. સાધારણ સભા દરમિયાન સરપંચ નવીનસિંહ સોલંકી, સેવા સહકારી મંડળીના ચેરમેન અમરસિંહ ઝાલા, વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલ, કારોબારી સભ્યો, દૂધ મંડળીના ચેરમેન બળદેવભાઈ, વા. ચેરમેન વીજયભાઈ જાદવ તથા સભાસદો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું સન્માન કર્યું હતું.