ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના સભ્યોએ દ્વારા એક આવેદનપત્ર આજે બપોરના અરસામાં પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નથી,પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન, કરુણા, સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો. તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખોલ્યો છે.ત્યારે આ મહા નાયકની બુધ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.