સાબરકાંઠા જિલ્લાના તાલોદ-હિંમતનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારતીય સેના સૈનિકને રસ્તા પર ઢોર માર મારવામાં આવ્યો હતો જેને લઈને માજી સૈનિક સંગઠન ભાવનગર દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આપ્યુ હતું. ભારતીય સૈનિક સામે પોલીસની આવી જોહુકમી અને બર્બરતાપૂર્ણ વર્તણૂક વ્યાજબી નથી. માજી સૈનિક સમિતિ દ્વારા ઘટનામાં ડયુટી પર રહેલા તમામ પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક FIR નોંધાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપી રજુઆત કરી હતી.