મોરવાહડફ તાલુકાના મોરા ગામના નીતાબેન રામસીંગ ભેદી ઉ.વ.૪૦ વ્યવસાયે વકીલ હોય,જેઓ ગત ૨૨મી ઓગસ્ટના રોજ શહેરા-ગોધરા હાઇવે ઉપર આવેલા નવા મીરાપુર નજીક સીએનજી પંપ સામેથી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન હાઇવે પરથી પસાર થતી ઇકો કારના ચાલકે નીતાબેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો,જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરાતા સારવાર દરમ્યાન નીતાબેનનું મોત નિપજ્યું હતું.