ગઈકાલે સાંજે 7:00 વાગ્યાની આસપાસ રાજકોટ અમદાવાદ હાઈવે પર દેશી દારૂ ભરેલ ટ્રક પલટી મારી જતા હાઇવે પર દારૂની રેલમછેલ જોવા મળી હતી.પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકને સારવાર અર્થે 108 મારફત હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને અહીં કોને પહોંચાડવાનો હતો તેમજ દારૂના જથ્થાનો માલિક કોણ હતો? તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.