માંડલ તાલુકાના જેસંગપુરા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા 35 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ખાનગી લક્ઝરી બસ ભાવનગર થી પાટણ તરફ જઈ રહી હતી તે દરમિયાન વહેલી સવારે માંડલના જેસંગપુરા પાસે ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવરને ઝોકુ આવી જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 35 લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને દેત્રોજ, વિઠલાપુર, માંડલ, વિરમગામ અને દસાડા 108 મારફતે સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.