લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી વોરા સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની લાઇન માં છે ત્રણ ચાર મહિના થી ભંગાણ પડ્યું છે. દૈનિક હજારો લિટર પાણી નો વેડફાટ થઇ રહ્યો છે. પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વધી રહી છે આ બાબતે રહીશો એ નગરપાલિકા માં અનેક વખત રજૂઆતો કરી છે છતાં કોઈ જ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. આ બાબતે રહિશોએ ચિફ ઓફિસર ને લેખિત રજૂઆત કરી છે.