સિનોર તાલુકાના તીરસા ગામે જુના ભિલવાડાના એક મકાનમાં આજે સવારે આઠેક વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી વસાવા રમેશભાઈ ચંદુભાઈના મકાનમાં રહેતા સંતોષ વસાવાની ઓરડીમા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સાપડી છે જેમાં ત્રણ દીકરીઓના કપડા પુસ્તકો સહિતનો અભ્યાસનો સામાન સહિત ઘરની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ છે ગામના સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના તલાટીને બોલાવી નુકસાની નો સર્વે હાથ ધરાયો છે