અમદાવાદમાં બનેલી ઘટનાના પડઘા ખેડા જિલ્લામાં પડયા છે.એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરતા તેનુ કરૂણ મોત નિપજયુ હતુ.આ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે સતર્કતા દાખવી જિલ્લાની પ્રત્યેક શાળામાં આચાર્ય,શિક્ષક અને મોનિટરનો સમાવેશ કરતી એક શિસ્ત સમિતિ ફરજિયાત બનાવ આદેશ કર્યો છે.ત્યારે વાલીએ વિદ્યાર્થીઓ ઘરેથી બેગ ચેક કરી શાળાએ મોકલવાનો રહેશે.બીજી તરફ શાળા દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓની અચાનક બેગ ચેક કરવાનો હુકમ કર્યો છે.