વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે પણ રેસકોર્ષગ્રાઉન્ડ ખાતે દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે.આ અંગે વધુ વિગતો આપતા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી આ આયોજન થાય છે.આ વર્ષે 54 ફૂટનો ઊંચો રાવણ અને 45- 45 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે. પૂતળા દહનની સાથોસાથ આ વર્ષે લેઝર શો, આતશબાજી અને શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે.