ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે, અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. લોકોનો સમય અને ઇંધણનો દુર્વ્યય થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, હાઈવે ઓથોરિટીની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વાહન ચાલકોનો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટી માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ વ્યસ્ત છે, પરંતુ રોડની મરામત અને જાળવણી પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે. લોકોની સલામતી અને સુવિધાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.