કુતિયાણા શહેરમાં નગરપાલિકા દ્વારા રોગચાળો ફેલાઈ નહિ તે માટે સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી રહી છે. કુતિયાણા શહેરમાં દરેક વોર્ડમાં અને વિસ્તારમાં સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈ પણ લોકોની ફરિયાદ આવે તો તાત્કાલિક દૂર કરવામાં આવે છે. ત્યારે દરેક વિસ્તારોમાં ડીડીટીનો છંટકાવ કરી અને રોગચાળો ફેલાઈ નહિ તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.