મૂળ દાહોદ અને હાલ હાંસોટ તાલુકાના ખરચ ગામની ગ્રામ પંચાયતની સરકારી સ્કૂલની બાંધકામ સાઇટ ખાતે રસૂલ ખીમા ખરાડીયા પોતાની પત્ની વર્ષાબેન સહિત ચાર બાળકો સાથે રહે છે.જેઓ સ્કૂલની ધાબાની કોલમ ભરવાનું કામ કરતા હતા તે સમયે અચાનક માલ-સમાન ઉપરથી નીચે લઈ જવા લાવવાની લોખંડની લિફ્ટનો નીચેનો લોક ખુલ્લી જતા લિફ્ટ ભાગમાં ટ્રોલી છટકી નીચે કોઈપણ સેફટીના સાધન વિના કામ કરતી વર્ષાબેનના માથા ઉપર પડતા તેઓ બેભાન થઈ ગયા હતા.