જામનગર શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, મનપા તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે રોડ રસ્તા પર પડેલા ખાડાઓના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ અંગે મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ વિગતો આપી હતી.