પાલનપુર શહેરમાં બુધવારે મોડી રાત્રે વરસાદ પડતા પાણીના પ્રવાહ વચ્ચે અંબાજી જતા માઈ ભક્તો નો પ્રવાહ યથાવત જોવા મળ્યો હતો બુધવારે રાત્રે 12:30 કલાકે પાલનપુર શહેરના ધનિયાણા ચોકડી પોલિટેકનિક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પાણી વચ્ચે પણ ભક્તો માના દર્શન કરવા માટે અંબાજી તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા હતા.